Uncategorized
ભરૂચના વરેડિયા નજીક કારમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી, સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો…
ભરૂચના વરેડિયા નજીક કારમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી, સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો…
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા વરેડિયા ગામ નજીક ગતરોજ મોડી સાંજે એક વેગનર કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક વેગનઆર કાર વરેડિયા નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે કોઇ અગમ્ય કારણોસર કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કાર ચાલક સહિત સવારો કારમાંથી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો. પરંતુ લાગેલી આગમાં કાર સંપૂર્ણ સળગી જતા કારને મોટુ નુકસાન થવા પામ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)