Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરમાં 316મોં નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો .
નવયુગ વિદ્યાલય જંબુસરમાં 316મોં નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો
જંબુસરમાં આવેલ નવયુગ વિદ્યાલયમાં દર મહિનાના પહેલા રવિવારે “માનવ સેવા એ જ માધવ સેવા” અંતર્ગત મફત નેત્ર યજ્ઞનું આયોજન થાય છે જે અનુસંધાને આજે યોજાયેલ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આખના દર્દીઓએ લાભ લીધો હતો.
આજના કેમ્પમાં આદરણીય મનોજ જૈન સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી આશિષભાઈ બારોટ તથા શ્રી ગીરીશભાઈ ગોહિલે ઉત્તમ કામગીરી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પઢીયાર તથા શ્રી અલ્પેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી મનોજ જૈન સાહેબે નવયુગ વિદ્યાલય જંબુસર નો આભાર માનતા પોતાના પ્રતિભાવો આપ્યા હતા.