Uncategorized

ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો,

ભરૂચ

ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો, સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું…

 

ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઇ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ વણઝારા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી.આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું હતું. દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. એક તરફ પોલીસની કઠણ છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના આ માનવતા અભિગમની ઠેર ઠેર સરાહના થઈ રહી છે…

બાઈટ… વી.એચ.વણઝારા-પી.આઈ.બી ડિવિઝન પોલીસ મથક

હિમાંશુ પરીખ- સ્વયંસેવક, સેવાયજ્ઞ સમિતિ. ભરૂચ(*માંચ મોહસીન કારા રિપોર્ટર* *)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button