સંવિધાનના શિલ્પી અને સામાજિક સમરસતાના પ્રણેતા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જીની ૧૩૪મી જન્મજયંતી નિમિત્તે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આજે આણંદ ખાતે તેમની પ્રતિમાને નમન કરી તેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આણંદ

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ, આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી જગતભાઇ પટેલ, શ્રી સુનિલભાઇ શાહ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી શ્રી સ્વેતલભાઇ પટેલ, તાલુકા પ્રમુખ શ્રી મહિપતસિંહ પરમાર, શહેર પ્રમુખ શ્રી હરેકૃષ્ણભાઇ પટેલ, મહામંત્રી શ્રી હિરેનભાઇ પટેલ, શ્રી રાજુભાઇ પઢિયાર, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી મહેશભાઇ સોલંકી, મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ સોલંકી, શ્રી જયંતીભાઇ મકવાણા અને પૂર્વ કાઉન્સિલર શ્રી ભાવેશભાઇ સોલંકી સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી ડૉ. બાબા સાહેબના જીવન અને કાર્યોને યાદ કરી તેમના સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
દાહોદ જિલ્લા ક્રાઈમ રિપોર્ટર શાહરૂખ મન્સુરી પીપલોદ.