Uncategorized

આણંદ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચામાં પ્રમુખ તથા મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી

 

આણંદ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચામાં પ્રમુખ તથા મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી

 

આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચામાં સંગઠનાત્મક

મજબૂતી માટે નવી વરણી કરવામાં આવી છે. જેમાં સૈયદ ખલીલઅહેમદ રીયાઝ અલી (આણંદ તાલુકો) ને જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે વ્હોરા સાહીલભાઈ યુસુક્ભાઈ (સોજીત્રા શહેર) તથા વ્હોરા મહંમદફારૂક ગનીભાઈ (આણંદ શહેર) ને મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વરણી પ્રદેશ ભાજપ સંગઠન પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મોવડી મંડળ તેમજ જિલ્લા સંગઠનના હોદેદારો સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી હતી. નવનિયુક્ત જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓને સંગઠન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અને આવનાર સમયમાં પક્ષને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button