Uncategorized

ઉદરણા ગામ બન્યું ઉદાહરણ : બંધારણને વધુ મજબૂત બનાવવા યુવાનો અને આગેવાનો એકસાથે મેદાનમાંથરાદ તાલુકાના ઉદરણા ગામમાં આજે એક અનોખી સામાજિક જાગૃતિ જોવા મળી રહી છે.

 

ઉદરણા ગામ બન્યું ઉદાહરણ : બંધારણને વધુ મજબૂત બનાવવા યુવાનો અને આગેવાનો એકસાથે મેદાનમાંથરાદ તાલુકાના ઉદરણા ગામમાં આજે એક અનોખી સામાજિક જાગૃતિ જોવા મળી રહી છે. સમાજના બંધારણને માત્ર સ્વીકારવાનું નહીં, પરંતુ તેને વધુ મજબૂત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે ગામના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકસાથે મેદાનમાં ઉતર્યા છે.ગામના સામાજિક યોજાયેલી બેઠકમાંબંધારણના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. સમાજના હક-ફરજ, શિસ્ત, એકતા, શિક્ષણ અને યુવાશક્તિનીભૂમિકા અંગે ખુલ્લા વિચારો રજૂ થયા.ખાસકરીનેયુવાનોની સક્રિય હાજરીએ સાબિત કર્યું કે સમાજનું ભવિષ્ય હવે જાગૃત હાથોમાં છે.
મશાજી ઠાકોરે વડીલ આગેવાને જણાવ્યું કે,
“સમાજ ત્યારે જ આગળ વધેજ્યારેયુવાનોબંધારણને સમજેઅનેતેનેઅમલમાં મૂકવાની જવાબદારી સ્વીકારે.”આ.અભિયાનથી સમાજમાં આંતરિક એકતા વધતી જોવા મળી રહી છે. મતભેદો સંવાદમાં ફેરવાઈ રહ્યાછેઅનેનિર્ણય પ્રક્રિયામાં સહમતિનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. ઉદરણા ગામની આપહેલહવેઆસપાસના ગામોમાટેપણપ્રેરણા સ્ત્રોત બનીરહી છે.
બંધારણને મજબૂત બનાવવાની આ ચળવળ એ સાબિત કરે છે કે જ્યારે વિચાર અને કાર્ય એકસાથે મળે, ત્યારે સમાજને કોઈ રોકી શકતું નથી.ઉદરણા ગામ આજે માત્ર થરાદ તાલુકામાં નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક નવી દિશા દર્શાવી રહ્યું છે.
*રિપોર્ટર ભાવેશ ભાઇ ઠાકોર વાવ થરાદ*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button