Uncategorized

નવોદિત લેખિકા રુબિના વ્હોરાના *ઓહ! અહેસાસ* *પુસ્તક વિમોચન નો કાર્યક્રમ યોજાયો*

 

 

*નવોદિત લેખિકા રુબિના વ્હોરાના *ઓહ! અહેસાસ* *પુસ્તક વિમોચન નો કાર્યક્રમ યોજાયો*.

નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમા મુખ્ય મહેમાન ડોક્ટર પ્રોફેસર મોહમ્મદ નવાઝ ડાહ્યા, અતિથિ વિશે આલીપોર હાઇસ્કૂલના આચાર્ય જનાબ સફી એમ. વ્હોરા , જનક સૈયદ મોહમ્મદ રમીઝ, જનાબ હુમાયુ મિર્ઝા, સંસ્થાના પ્રમુખ વાજીદ હુસેન દરગાહવાળા, મંત્રી મોહમ્મદ જુનેદ શેખ , ઉપપ્રમુખ નાદિરખાન એચ.ખાન, ચરોતર સુન્ની સમાજના પ્રમુખ જનાબ આરીફભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં પોતાની કુશળતા સાબિત કરનાર સારા પરિણામ લાવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મેહમાનોના હસ્તે નવસારી ના નવોદિત લેખિકા રૂબીનાબેન વ્હોરાના પુસ્તક *ઓહ્ અહેસાસ* નું વિમોચન કરવામાં આવ્યું.
મૂળ આણંદના વતની અને નવસારી નશીલપોરના રેહવાસી ભટ્ટાઈ હાઈસ્કૂલ ના શિક્ષિકા રૂબીનાબેન વ્હોરા ઘણાય સમયથી સાહિત્ય જગત સાથે સંકળાયેલા છે.ગુજરાતી ભાષા સાહિત્યમાં લેખન, વાંચન વક્તવ્ય , અછાંદસ ગઝલ-કવિતા, વાર્તા લઘુકથા લખવાના શોખીન છે.તેમજ ઉદ્ઘોષક ,મોટીવેટર ,સામાજિક વિજ્ઞાન વિષયના તજજ્ઞ, ગુજરાત કક્ષાએ બાયસેગમાં સામાજિક વિજ્ઞાનના પાઠનિદર્શન તજજ્ઞ અને એઇડ્સ અવરનેસ જેવા કાર્યોમાં પોતાની કારકિર્દી વિકસાવી છે એવા રૂબીનાબેન વ્હોરાને નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા.
ચરોતર સુન્ની વ્હોરા સમાજ સુરત દ.ગુજરાત દ્વારા પણ શ્રીમતી રૂબીના વ્હોરાને સમાજના પ્રથમ તથા નવસારીના નવોદિત લેખિકા તરીકે અને તેમના પ્રથમ પુસ્તક *અહો અહેસાસ* માટે સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યુ હતું ચરોતર સુન્ની વ્હોરા સમાજસુરત દ.ગુના.પ્રમુખ આરીફ ભાઈ,ઉપપ્રમુખ રજાક ભાઈ
,ઉપપ્રમુખ ઈમ્તીયાઝ ભાઈ,સેક્રેટરી નજીર ભાઈ ,ઝોન.5ના પ્રતિનિધિ ઈમ્તીયાઝભાઈ દ્વારા ચરોતર આણંદની દિકરીને પોંખવામા આવી હતી.આ તબક્કે સભાના અતિથિ વિશેષ આલીપોર હાઈસ્કૂલના આચાર્ય અને રુબિના બેનનાં પતિ જ. સફી એમ.વ્હોરા સાહેબે પોતાના વક્તવ્યમાં લેખિકા રુબિના ની કારકિર્દી નેં ઉજાગર કરતી ભાવવાહી સ્વરચિત ઊર્મિ કવિતા પ્રસ્તુત કરી સૌને ભાવુક બનાવ્યા હતા.
એમણે જણાવ્યું હતું કે આ પુસ્તક માનવી અને સમાજના સંબંધોનું ગહન અધ્યયન રજૂ કરે છે અને માનવીના વિવિધ અહેસાસ થી અહેસાસ સુધીની પ્યાસને પ્રસ્તુત કરે છે.જનાબ નાદિરખાને જણાવ્યું હતું કે મુસ્લિમ બાળકીઓ જ નહીં પણ સમગ્ર મહિલા વૃંદ માટે રુબિના વ્હોરા નું કાર્ય પ્રેરણાદાયી છે. કાર્યક્રમના અંતે લેખિકા રુબિના વ્હોરાએ ભીની આંખે અંતરનો આનંદ વ્યક્ત કરતા સૌ આયોજકો,પરિવારજનો, મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button