નડિયાદ ના પનોતા પુત્ર ઘનશ્યામ પટેલના ‘ માનવતાની મહેંક ‘ પુસ્તક ના લોકાર્પણનો કાર્યક્રમયોજાયો

*નડિયાદ ના પનોતા પુત્ર ઘનશ્યામ પટેલના ‘ માનવતાની મહેંક ‘ પુસ્તક ના લોકાર્પણનો કાર્યક્રમયોજાયો*
. અવર ઓન ગુજરાતી સિનિયર સિટીઝન ફ્રેંડ્સ સર્કલ કેનેડાના આદ્ય સ્થાપક ઘનશ્યામ પટેલ ના ડૉ ચંપક મોદી લિખિત પુસ્તક ‘ માનવતાની મહેંક ‘ ( જીવનચરિત્ર ) નું જશલક્ષ્મી કન્યા વ્યાયામશાળા નડિયાદમાં લોકાપર્ણનો કાર્યક્રમ યોજાયો. ડૉ . સતીન દેસાઈ પરવેઝ ,દીપ્તિ ગુરુ ,શ્રી અરૂણભાઇશાહ, ડૉ . ચંપકભાઈ મોદી (પુસ્તકના લેખક) , શ્રી મોહનભાઈ બારોટ, શ્રી જી.બી. પટેલ ( ગણપત પટેલ, સૌમ્ય) ડૉ. ચંદ્રમોલી જોષી તેમજ સાહિત્ય પ્રેમીઓએ ઉપસ્થિતિ રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ સ્પર્ધકને એવોર્ડ ,સેવાકીય પ્રવૃત્તિ જેવી કે અપંગને વહીલચેર, ભૂખ્યાને ભોજન વગેરે તેમજ લેખક પત્રકાર અનવર બહાદરપુરવાલા સહિત વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવા માં આવ્યું હતું. સાથે સાથે ઘનશ્યામ પટેલ અને દેવીબેન પટેલની 45 મી મેરેજ એનિવર્સરીએ જી.એન .ભાવસાર ( વોઇસ ઓફ મુકેશ) દ્વારા મનમોહક ગીતો રજૂ કરી હાજર શ્રોતાઓ નું મનોરંજન પૂરું પાડેલ. પ્રજાસતાક દિવસે યોજેલ આ કાર્યક્રમ ખૂબ જ સરાહનીય રહ્યો .ઉદઘોષક તરીકે શ્રી ઈકબાલભાઈ મેમન તેમજ શ્રીમતી તૃપ્તિબેન દવે હતા. આભારવિધિ શ્રી હિતેશ બ્રહ્મભટ્ટે કરી હતી (રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ )