નવયુગ વિદ્યાલય જંબુસરમાં રાષ્ટ્રીય પર્વની રંગે ચંગે ઉજવણી થઈ

નવયુગ વિદ્યાલય જંબુસરમાં રાષ્ટ્રીય પર્વની રંગે ચંગે ઉજવણી થઈ
નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રજાસત્તાક પર્વ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ” પ્રભુ તુમ કહા રહતે હો ” થી થઈ હતી. ત્યારબાદ મહેમાન શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે શાળાની જ વિદ્યાર્થીની કે જેમણે દસમા ધોરણમાં ૯૬ ટકા મેળવ્યા હતા એવા કુમારી ઝીલબેન ધર્મેશભાઈ જાંબુના હસ્તે ધવજવંદન કરવામાં આવ્યું હતું તથા શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પઢીયારે,શાળાના આચાર્યશ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે તથા કુમારી જીલ જાંબુ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
શાળાના ભૂતપૂર્વ શિક્ષક સ્વ.ભુપેન્દ્રભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે શ્રી રત્નેશભાઈ શાહે વિદ્યાર્થીઓને તથા શાળા પરિવારને મીઠું મોઢું કરાવ્યું હતું.
આ પ્રસંગે શાળા ના વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આદર્શ શિક્ષક શ્રી સાબીરભાઈ મિરઝા એ કર્યું હતું.