Uncategorized

લગ્ન એટલે માત્ર બે લોકોનું બંધન નહીં, પરંતુ સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી પણ…

 

એન્કર:
લગ્ન એટલે માત્ર બે લોકોનું બંધન નહીં, પરંતુ સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી પણ…
તારાપુરની દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા એવી જ એક અનોખી અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે.
આગામી 8 ફેબ્રુઆરીએ યોજાનાર “લાગણી ના વાવેતર” ચોથા સમૂહ લગ્નોત્સવમાં 115 યુગલો લગ્નજીવનમાં પ્રવેશ કરશે.
પરંતુ આ પહેલાં જ સંસ્થા દ્વારા નવયુગલો માટે કરિયાવર વિતરણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે …

વોઇસ ઓવર:1
દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન, તારાપુર દ્વારા આયોજિત “લાગણી ના વાવેતર” ચોથો સમૂહ લગ્નોત્સવ આગામી 8 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે.
આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 115 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે.
લગ્નોત્સવ પૂર્વે સંસ્થા દ્વારા સમાજના દાતાઓના સહયોગથી નવયુગલોને કરિયાવર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં નવયુગલો પાસે કંકોત્રી લેખન કરાવવામાં આવ્યું હતું, જેનાથી લગ્ન પ્રસંગને ભાવુક અને સંસ્કારી સ્પર્શ મળ્યો.

વોઇસ ઓવર:2
કરિયાવર અને ચોલી વિતરણ બાદ દીકરીઓના કંકુ પગલાં લેવાયા અને દરેક દીકરી તથા તેમના પરિવારને એક એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યું.
લગ્ન જીવનની શરૂઆત સાથે પર્યાવરણ જતનની જવાબદારી સ્વીકારી, આ વૃક્ષને પોતાના ઘર આંગણે ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો.
લગ્ન સાથે જીવનનું વાવેતર અને વૃક્ષ સાથે ભવિષ્યનું સંરક્ષણ—
દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.

બાઈટ નિલુબેન ભરવાડ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button