Uncategorized
ભરૂચ જિલ્લા માધ્યમિક ક્રેડિટ સોસાયટી દ્વારા જંબુસરમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લા માધ્યમિક ક્રેડિટ સોસાયટી દ્વારા જંબુસરમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ધી ભરૂચ – નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના સભાસદોને ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ દરેક તાલુકા લેવલે યોજાનાર છે જે અનુસંધાને આજરોજ જંબુસર તાલુકાના માધ્યમિક ક્રેડિટ સોસાયટીના શિક્ષકોનો ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં જંબુસર તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓએ પોતાના હેલ્થ નું ચેકઅપ કરાવ્યું આ સમગ્ર ચેકઅપ કેમ્પનું આયોજન ક્રેડિટ સોસાયટીના એમ.ડી. શ્રી પ્રવીણસિંહજી રણા, ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી કિરીટસિંહ ઘરીયા તથા જંબુસર માં શ્રી કમલેશભાઈ પટેલ તથા શ્રી બસીરભાઈ પટેલ ની દેખરેખ હેઠળ આ કેમ્પ સફળ રહયો હતો.