Uncategorized

પંચશીલ વિદ્યાલય માંજલપુરમાં પતંગ હરીફાઈ નું આયોજન થયું

 

પંચશીલ વિદ્યાલય માંજલપુરમાં પતંગ હરીફાઈ નું આયોજન થયું

વડોદરા માંજલપુરમાં આવેલ પ્રસિદ્ધ પંચશીલ વિદ્યાલયના બાલવાડી વિભાગ, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ,ઉચ્ચતર માધ્યમિક વિભાગ તથા અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ભાર વગરના ભણતર હેઠળ પતંગ હરીફાઈમાં ઉત્સાહભેર જોડાયા હતા.

આ હરીફાઈ દરમ્યાન વાતાવરણ કિલ્લોલ મય બન્યું હતું તથા વિદ્યાર્થીઓએ પતંગ હરીફાઈ ની ખૂબ મજા માણી હતી જેમાં શાળાના 75 શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ સાથે આનંદ મય વાતાવરણ બનાવ્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને શાળા મંડળના પ્રતિનિધિ શ્રી રોમિતભાઈ પટેલે મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button