ઠાસરા પો.સ્ટેના ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ-ફર્લો સ્કોડ,આણંદ

ઠાસરા પો.સ્ટેના ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ-ફર્લો સ્કોડ,આણંદ
પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓએ અમદાવાદ રેન્જના જીલ્લાઓના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે શ્રી જી.જી.જસાણી સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી આણંદ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા અસરકારક કામગીરી કરવા માટે સુચનાઓ આપેલ.
જે અંગે શ્રી જે.આર.પટેલ, પોલીસ ઇન્સપેકટર પેરોલ-ફર્લો સ્કવોડ. આણંદ નાઓના માર્ગદશર્ન હેઠળ આજરોજ ડી.કે.મોરી પોલીસ સબ ઇન્સ. તથા પેરોલ ફર્લો સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, ઠાસરા પોલીસ સ્ટેશન ગુના નં-૧૧૨૦૪૦૬૦૨૪૦૨૭૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા કમલ-૩૦૫(એ),૩૩૧(૪).૫૪,૧૧૧(૩),(૪) મુજબના ગુનાના કામનો આરોપી આકાશભાઇ મહેશભાઇ પંચાલ રહે: ઓડ જૈન દેરાસર પાસે તા.જી આણંદ નાઓ નાસતા ફરતા આરોપી છે અને હાલ ગણેશ ચોકડી આવેલ છે. જે ચોક્કસ માહિતી આધારે તપાસ કરતાં બાતમીવાળી જગ્યા એથી સદર ઇસમ મળી આવતા તેને પકડી પુછપરછ/ખાત્રી કરતા સદરી ઇસમ ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો જણાઇ આવેલ. જેથી આરોપીને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ઠાસરા પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરેલ છે.
પકડેલ આરોપી:-
આકાશભાઇ મહેશભાઇ પંચાલ રહે: ઓડ જૈન દેરાસર પાસે તા.જી આણંદ
કામગીરી કરનાર ટીમ:-
શ્રી જે.આર.પટેલ, પોલીસ ઇન્સપેકટર, શ્રી ડી.કે.મોરી, પો.સબ.ઈન્સ., એ.એસ.આઇ વિનયકુમાર નરહરીપ્રસાદ, એ.એસ.આઇ જયદીપસિંહ નાથુસિંહ, એ.એસ.આઇ વિજયભાઇ કાંતીભાઇ, હે.કો ભગીરથસિંહ ભરતસિંહ, હે.કો સચીન વસંતરાવ, પો.કો જયદિપસિંહ બળવંતસિંહ, પો.કો કૃણાલભાઇ ભગવાનદાસ, પો.કો વિરભદ્રસીંહ નરેન્દ્રસિંહ