Uncategorized

સ્વ. મગનભાઈ બી .સોલંકી ની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થયા

 

સ્વ. મગનભાઈ બી .સોલંકી ની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થયા
નવયુગ વિદ્યાલય જંબુસરના આદ્યસ્થાપક સ્વ.મગનભાઈ બી. સોલંકીની 31 મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, ધ્વનિ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું .
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક શ્રી ડી.એમ. મીરે કર્યું હતું અને શાળા પરિવારે સહકાર આપ્યો હતો.
ઉલ્લેખનીય બાબત એ હતી કે આ રક્તદાન કેમ્પમાં નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે 50 મી વખત તથા તેમના ધર્મપત્ની નૂતનબા ઠાકોરે 18 મી વખત રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે શાળાના મંત્રીશ્રી ભૂપતસિંહ ચૌહાણ, નવયુગ વિદ્યાલય ના પૂર્વ શિક્ષક શ્રી જી સી પંચાલ , શ્રી સુભાષભાઈ સોલંકી તથા શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. સાથે શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ એ પ્રતીભાવો આપ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button