પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઇવે ઉપર પીપલોદ બાયપાસ ખાતેથી બાતમી આધારે ગણનાપાત્ર પ્રોહીબિશનનો કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઇવે ઉપર પીપલોદ બાયપાસ ખાતેથી બાતમી આધારે ગણનાપાત્ર પ્રોહીબિશનનો કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા, નાઓની સુચના મુંજબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસીંહ જાડેજા સાહેબ દાહોદ જી.દાહોદ નાઓએ જીલ્લામાં દારૂબંધીના કડક અમલ અને અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ પ્રોહી/જુગારની પ્રવૃતિ સાથે અગાઉ સંડોવાયેલ ઇસમો તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી/પરીવહન કરતા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હોય તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.ડી. રાઠોડ સાહેબ લીમખેડા વિભાગ લીમખેડા નાઓએ પણ પ્રોહી/જુગારની અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ હોય,
જે અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર જી.બી.રાઠવા નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ તથા પ્રોહી/જુગાર અંગેની વોચ તપાસમાં વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જી.બી.રાઠવાનાઓને પ્રોહી અંગેની બાતમી મળેલ કે, એક સફેદ કલરની અશોક લેલન કંપનીની બંધ બોડીની દોસ્ત ગાડી નંબર GJ27TG1122 નીમા ઇગ્લીશ દારૂ ભરી દાહોદ તરફથી પીપલોદ તરફ આવી રહેલ છે.જે બાતમી આધારે પીપલોદ બાયપાસ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન સદર અશોક લેલન કંપનીની દોસ્ત ગાડી નંબર GJ27TG1122 ની આવતા તપાસ કરતા ગાડીમાં ડાલાના ભાગે દવાજો ખોલી જોતા ડાલમાં ડ્રાઇવર સીટની પાછળ ઉભુ ચોર ખાનુ બનાવેલ મળી આવેલ તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પુઠાની પેટીઓ ભરેલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપીઓના નામ :-
પકડાયેલ આરોપી
(૧) સંભાજીત ઉર્ફે પપ્પુ પાંડુ જાતે.રાજભર ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઇવીંગ રહેવાસી, કચા છપરા નારોલ તા.જી.અમદાવાદ મુળ રહે અજીતપુરા તા.બનેવરા જી. વરાણસી(યુ.પી)
કબજે કરેલ મુદ્દામાલ.
> ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા પતરાના બીયર ટીનની પેટી મળી કુલ પેટી નં.૩૫ બોટલ નંગ-૭૨૦ જેની કુલ કિં.રૂ.૩,૦૦,૪૮૦/-નો પ્રોહી મુદ્દામાલ ગાડી નંબર.GJ27TG 1122 જેની કિં.રૂ, ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ.૧ કિં.રૂ.૧૫૦૦/-મળી કુલ મુદ્દામાલની કિં.રૂ.૫,૦૧,૯૮૦/-નો મુદ્દામાલ.
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓના નામ :-
1) જી.બી.રાઠવા પોલીસ સબ ઇન્સ્પેકટર
2) અ.હે.કો દિપ્તીનકુમાર મુળજીભાઇ બ.નં.૬૯૭
3) અ.હે.કો દશરથભાઇ ભુપતભાઇ બ.નં.૧૦૦૮
4) અ.પો.કો વસંતકુમાર માનાભાઇ બ.નં.૧૨૪૫
5) અ.પો.કો રાજેશભાઇ ભગવાનભાઇ બ.નં.૧૨૪૨
6) અ.પો.કો અલ્કેશકુમાર રમણભાઇ બ.નં.૬૦૬
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.