આણંદ જિલ્લા પેટલાદ તાલુકાના બોરીયા ગામ ખાતે*ખોટા ફોર્મ 7 મુદ્દે બોરીયા ગામના આગેવાનોનું પેટલાદ પ્રાંત અધિકારીને આવેદન*

આણંદ જિલ્લા પેટલાદ તાલુકાના બોરીયા ગામ ખાતે*ખોટા ફોર્મ 7 મુદ્દે બોરીયા ગામના આગેવાનોનું પેટલાદ પ્રાંત અધિકારીને આવેદન*
પેટલાદ તાલુકાના બોરીયા ગામમાં હાલ ચાલી રહેલી SIR કામગીરી દરમ્યાન આશરે ૯૫ જેટલા ખોટા ફોર્મ નં. 7 ભરીને ખોટી માહિતી દર્શાવી વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હોવાની ગંભીર બાબત સામે આવી છે.
મળતી માહિતી મુજબ આ ખોટી અરજીઓના કારણે નિર્દોષ ગ્રામજનોના મતાધિકાર પર પ્રશ્નચિહ્ન ઉભું થતું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ બાબતે યોગ્ય તપાસ થાય અને ખોટી રીતે ભરાયેલા ફોર્મ 7 રદ કરવામાં આવે તેવી માંગ સાથે આજે બોરીયા ગામના આગેવાનો સહિત ગ્રામજનો એકત્રિત થઈ પેટલાદ પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આવેદનમાં ખોટી માહિતીના આધારે કરવામાં આવેલી વાંધા અરજીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પારદર્શક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ રજૂ કરવામાં આવી હતી.