Uncategorized

સિયારામ ફાઉન્ડેશન દ્વારા 51યુગલો નો સમૂહ લગ્ન મેલડી ધામ વલાસણ ખાતે યોજાયો*

 

*સિયારામ ફાઉન્ડેશન દ્વારા 51યુગલો નો સમૂહ લગ્ન મેલડી ધામ વલાસણ ખાતે યોજાયો*

અમદાવાદ સ્થિત સેવાભાવી અને લોકહિત ના કાર્યો માટે જાણીતી સામાજિક સંસ્થા સિયારામ ફાઉન્ડેશન ના ફાઉન્ડર દિપાલી બેન ઇનામદારઅને વિશાલભાઈ ઇનામદાર દ્વારા સર્વ જ્ઞાતિ ના 51યુગલો ના *સમૂહ લગ્ન અક્ષતમ3.0*
ના ભવ્ય આયોજન તેમજ ઉપસ્થીત વિશાળ માનવ મહેરામણ ના સમૂહ ભોજન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમૂહ લગ્નમાં પધારેલ નવયુગલો સાથે સગા વહાલા ઉપરાંત મુખ્ય રાજકીય પક્ષના વડા ધારાસભ્યશ્રી યોગેશ પટેલ, માજી સાંસદ દિલીપભાઈપટેલ, લાલસિંહ વડોદરિયા, વિવિધ પદાધિકારીઓ, જાણીતા ડાયરા કિંગ હકાબા ગઢવી ,રાકેશ પટેલ,જિગીષાસુથાર,જીગ્નેશ કવિરાજ તેમજ સમાજના અગ્રણીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતિઓ ને શુભેચ્છા પાઠવી હતી સિયારામ ફાઉન્ડેશન દ્વારા સામાજિક ઉત્થાન માટે અવારનવાર આવા સમાજ ઉપયોગી કાર્યક્રમો થતા રહે છે તદુપરાંત સીવણ ક્લાસ તથા અન્ય એક્ટિવિટી દિપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર તથા સિયારામ ફાઉન્ડેશન દ્વારા થતી રહે છે જેને ઉપસ્થિત માનવ મહેરામણે તાળીઓ ના ગડગડાટ અને હર્ષોલ્લાસ થી વધાવી લીધો હતો.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા,આણંદ.)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button