Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસર દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું


નવયુગ વિદ્યાલય જંબુસર દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ભાર વગરના ભણતર હેઠળ પાવાગઢ, ટુવા ,ગળતેશ્વર ,ફાગવેલ, મીનાવાડા તથા ડાકોર આયોજીત પ્રવાસમાં 104 વિદ્યાર્થીઓએ આનંદ કિલ્લોલ સાથે મજા માણી હતી. પાવાગઢ તથા ડાકોરમાં શાળા પરિવાર તથા શાળા મંડળ દ્વારા પ્રીતિ ભોજન નું આયોજન કરાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર પ્રવાસનું આયોજન શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ પ્રવાસના કન્વીનર શ્રી અમરસિંઘ વસાવા તથા શ્રી દાનાભાઈ મીર સાથે તમામ શિક્ષકોએ સાથ સહકાર આપીને પ્રવાસને સફળ બનાવ્યો હતો તથા ટ્રસ્ટીશ્રી રણછોડભાઈ પઢીયાર પણ આ પ્રવાસમાં ઉપસ્થિત રહ્યા હતા.