ધી સાંસરોદ હાઈસ્કૂલમાં કરિયર મહોત્સવ કાર્યક્રમ યોજાયો, શાળાના છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
*ધી સાંસરોદ હાઈસ્કૂલમાં કરિયર મહોત્સવ કાર્યક્રમ યોજાયો, શાળાના છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું…*
કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત હાઈસ્કૂલમાં કરિયર મહોત્સવ ૨૦૨૫ કાર્યકમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં શાળાના છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરિયર મહોત્સવના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાંસરોદ હાઈસ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત ધોરણ નવથી બારના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. ૪૫ જેટલા પ્રોજેક્ટ રજુ કરી કરવામાં આવ્યા હતા. શાળાના દરેક છાત્રો શાળામાંથી જ લક્ષ્ય નક્કી કરી પોતાનું સામર્થ્ય બતાવે તે હેતુથી દરેક પ્રોજેક્ટની છાત્રોએ વિસ્તૃત સમજણ આપી હતી. આયોજિત કાર્યક્રમથી છાત્રોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું…
*:- ..કરજણ…******(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)