Uncategorized
વડોદરાની જાણીતી પંચશીલ વિદ્યાલય માંજલપુરમાં રમતોત્સવ યોજાયો
વડોદરાની જાણીતી પંચશીલ વિદ્યાલય માંજલપુરમાં રમતોત્સવ યોજાયો
પંચશીલ વિદ્યાલય – માંજલપુરનું વડોદરામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન રહ્યું છે.આજરોજ પંચશીલ વિદ્યાલય માં ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા મંડળના ટ્રસ્ટી શ્રી ભાવિનભાઈ પટેલના માર્ગદર્શનથી બાલવાડી, પ્રાથમિક , માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શાળાકીય રમતોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
આ રમતોત્સવમાં કબ્બડી , ખોખો , વોલીબોલ, ગોળાફેક ,ચક્ર ફેક ,બરછી ફેક, લોટ ફુકણ, લીંબુ ચમચી, સોય દોરો , કોથળાદોડ, સંગીત ખુરશી , દોરડા કૂદ વિગેરે સામૂહિક અને વ્યક્તિગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું
શાળા મંડળ ના પ્રતિનિધિ શ્રી રોમિતભાઈ પટેલે જે વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી હતી તેમને અભિનંદન પાઠવ્યા હતા.