ટંકારીયા સ્થિત એમ એ એમ હાઈસ્કૂલના પટાંગણમાં વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો…
ટંકારીયા સ્થિત એમ એ એમ હાઈસ્કૂલના પટાંગણમાં વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો…
પાલેજ :: ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટીઓ દ્વારા અતિથિઓનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના શિક્ષક મુસ્તાક પટેલે શાળામાં થઇ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ શાળા બાબતે સુંદર ચિતાર રજુ કર્યો હતો.
સામજિક કાર્યકર અબ્દુલ કામથીએ અતિથ્રીઓના સ્વાગત સાથે તેઓ તરફથી ટ્રસ્ટને જે સહયોગ તેમજ યોગદાન આપવામાં આવે છે. તે બદલ તેઓની પ્રશંસા કરી હતી. સાથે સાથે અતિથિઓએ પોતાના અમૂલ્ય સમયનું બલિદાન આપી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા તે બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના છાત્રોએ જે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ સાથે કાર્યકમનું સમાપન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા અતિથિઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી…
:: ..પાલેજ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)