Uncategorized

સાંસરોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓને સાયકલ વિતરણ કરવામાં આવી, ૯૫ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું..

 

*સાંસરોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓને સાયકલ વિતરણ કરવામાં આવી, ૯૫ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું…*

કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓને વિના મૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ મુજબ વિકસતી જાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવાના હેતુ સર ધોરણ-૯ ની કન્યાઓને વિના મુલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે. જે યોજના હેઠળ ધી સાંસરોદ હાઇસ્કૂલ, સાંસરોદ માં અભ્યાસ કરતી વર્ષ ૨૦૨૪-૨૫ ની ૬ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ની ૬૩ કુલ મળી ૬૯ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.   આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરના ઠરાવ મુજબ અનુ. જન જાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવાના હેતુ સર ધોરણ-૯ ની કન્યાઓને વિના મુલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે. જે યોજના હેઠળ ધી સાંસરોદ હાઇસ્કૂલ, સાંસરોદ માં અભ્યાસ કરતી વર્ષ ૨૦૨૪-૨૫ ની ૧૧ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ની ૧૫ કુલ મળી ૨૬ સાયકલનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કુલ ૯૫ સાયકલનું ધી સાંસરોદ હાઇસ્કૂલમાં વિતરણ થતા વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી. અને સરકારના આવા પ્રયત્નો બદલ તમામે આભારની લાગણી વ્યકત કરી હતી…

*:: પાલેજ ..કરજણ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button