આણંદ.50+એજ્યુકેશન ગ્રુપ, આણંદદ્વારાતેજસ્વી વિધાર્થીઓ નો ઈનામ વિતરણકાર્યક્રમયોજાયો*

આણંદ.50+એજ્યુકેશન ગ્રુપ, આણંદદ્વારાતેજસ્વી વિધાર્થીઓ નો ઈનામ વિતરણકાર્યક્રમયોજાયો*
મિલ્કસિટી આણંદ ખાતે સામાજિક પ્રવૃતિઓ માટે જાણીતી સંસ્થા *ફિફ્ટી પ્લસ એજ્યુકેશન ગ્રુપ* દ્વારા આજરોજ આણંદ ટાઉનહોલ ખાતે તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ મુખ્ય અતિથિ અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો, ધોરણ 10, 12, ગ્રેજ્યુએટ અને વિવિધ શૈક્ષણિક ડિગ્રીઓ મા ઉચ્ચ ટકાવારી ધરાવતા મુસ્લિમ વહોરા સમાજના વિદ્યાર્થીઓને મોમેન્ટો અને મેડલો તેમજ સર્ટિફિકેટ આપી સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આણંદ ના તેમજ અન્ય શહેર માંથી સમાજ ના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમ જ ઈમરાન ખેડાવાલા એ પોતાના પ્રવચનમાં સમાજને જો આગળ વધારવો હશે અને પ્રગતિ કરવી હશે તો મહત્તમ અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવવું પડશે અને એ માટે તમામ શોખ બાજુ પર મૂકી માત્રને માત્ર ઉચ્ચ શિક્ષણ મેળવવાનો શોખ સમાજ ના વિધાર્થીઓ એ કેળવવાની ખૂબ જરૂર છે એવી શીખ આપી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જાવેદ જાવેદ વોહરા એ તેમજ સોનલબેન મનસુરીએ સંભાળ્યું હતું ભરચક હોલ વચ્ચે સંપૂર્ણ કાર્યક્રમ શિસ્ત બુદ્ધ રીતે સફળ રહેવા પામ્યો હતો. (રિપોર્ટર, અનવર બહાદરપુર વાલા, આણંદ)
.