Uncategorized
બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા

બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો
ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાલાસિનોરમાં રૂ. 2.37 કરોડનો ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો
જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે