ઢાઢર બ્રીજની લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાયો.

ઢાઢર બ્રીજની લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાયો.
સામાજીક વ્યવહાર સાચવવા લોકો બે કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બન્યા.
આમોદ – જંબુસર નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર આવેલા ઢાઢર નદીના બ્રીજની આજ રોજ હાઈવે ઓથોરિટી દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા ભરૂચ જીલ્લા કલેક્ટરના જાહેરનામાં મુજબ ઢાઢર નદીનો બ્રીજ બંને બાજુથી સંપૂર્ણ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.જેથી લોકોએ સામાજીક પ્રસંગો સાચવવા માટે શમા હોટલ થી એપલ હોટલ સુધી પગપાળા જ ચાલવા મજબૂર બન્યા હતા.જેથી લોકોને કોરોના કાળની કપરા સમયની યાદ આવી ગઈ હતી.લોડ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકૃત ઇજનેરો દ્વારા બ્રીજની માપણી સહિતની કામગીરી સવારથી આરંભી દેવામાં આવી હતી.હાઈવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા ડિપ્લેક્શન નોંધણી કરવામાં આવી હતી.જેમાં ભાર વગરના પુલની ડિપ્લેક્શન નોંધણી તેમજ ભારદારી વાહનો વાહનો મૂકી માપણી કરાઈ હતી.બ્રીજ નીચે સ્ટીકર લગાવવાની કામગીરી તેમજ બ્રીજ કેટલો લોડ સહન કરવાની કેપેસિટી ધરાવે છે તેની નોંધણી કરવામાં આવી હતી.જે કામગીરી ત્રણ દિવસ સુધી ચાલનારી હોય ઢાઢર બ્રીજ ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
એક તરફ આમોદ થી જંબુસર શાળાએ તેમજ કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પણ પગપાળા જવાની નોબત આવી હતી. બીજી બાજુ લગ્ન પ્રસંગો પણ ચાલતા હોવાથી લોકોએ સામાજીક પ્રસંગો સાચવવા બે કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું.
પખાજણ થી દહરી પોતાના વતનમાં જતા રાજુભાઈ રાઠોડના પરિવારની પેસેન્જર ગાડીને શમા હોટલ પાસે અટકાવી દેતા પેરાલિસિસ ગ્રસ્ત રાજુભાઈ રાઠોડ સાથે તેમના પરિવારે એપલ હોટલ સુધી બે કિલોમીટર ચાલવાની નોબત આવી હતી.અત્યાર સુધી ભરૂચ જીલ્લા કલેક્ટરના હુકમનો લાલિયાવાડીની જેમ પાલન કરતા પોલીસે આજ રોજ જાહેરનામનો કડકપણે પાલન કરતા અબાલ વૃદ્ધો હેરાનપરેશાન થયા હતા.
બાઈટ: રાજુભાઈ રાઠોડ – પેરાલિસિસ ગ્રસ્ત વ્યક્તિ