કરજણ પબ્લિક સ્કૂલના બેદરકારીથીવિદ્યાર્થીઓનીસલામતીસામે જોખમ.
કરજણ પબ્લિક સ્કૂલના બેદરકારીથીવિદ્યાર્થીઓનીસલામતીસામે જોખમ.
ક્ષમતાકરતાંવધુવિદ્યાર્થીઓબેસાડતીબસનેડિટેઇન કરવાનેબદલે પોલીસે બસ જવાદીધીકરજણપબ્લિક સ્કૂલનીઘોર બેદરકારી સામેઆવી હતી.જેમાં ૨૮ પેસેન્જરનીક્ષમતાધરાવતી બસમાં૪૫થીવધુવિદ્યાર્થીઓને બેસાડીને સ્કૂલમાં લઈજવાતાવિદ્યાર્થીઓની સલામતીસામેસવાલો ઊભાથયાહતા.વાલીઓએસરભાણથીબસ આમોદ પોલીસ મથકેલઈ આવી સ્કૂલ મેનેજમેન્ટ સામેકાયદેસરનીકાર્યવાહી કરવાનીચીમકી ઉચ્ચારતા સ્કૂલના આચર્યાસહિતનો સ્ટાફ આમોદપોલીસમથકે દોડી આવ્યો હતો.જોકે પોલીસેબસનેડીટેઇન કરવાની કાર્યવાહીને બદલે જવાદેતાંપોલીસની કામગીરીસામેપણસવાલો ઊભાથયાહતા.આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં ભણવાજતાવિદ્યાર્થીઓનીસંખ્યા વધુ હોવાછતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ૨૮ બેઠકોની ક્ષમતા ધરાવતી મિનીબસ ફાળવી આપતા છેલ્લા કેટલાય મહિનાથી વિધાર્થીઓ બસમાં ઊભા ઊભા મુસાફરીકરીજીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા.આ ઉપરાંતદાંડાગામના કેટલાક વાલીઓદ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવીસીટપરથીઊઠાડી પાછળઉભા કરીદેવાજેવી ગુંડાગીરી પણ કરવામાં આવીહતી.જેથીઆમોદનાવિદ્યાર્થીઓનાવાલીઓનોગુસ્સોઆસમાને પહોંચ્યો હતો.વાલીઓએ અનેકવખતસ્કુલશિક્ષકોને ફરિયાદકરીહોવાછતો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારાકોઈ ધ્યાનઆપવામાં આવ્યું નહોતું.જેથી આજ રોજ સરભાણગામથીવાલીઓએસ્કૂલ બસને આમોદ પોલીસ મથકેલાવી જમા કરાવી દીધી હતી.ત્યાર બાદ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ આમોદ દોડી આવતા વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ ના અન્યાય સામે પ્રિન્સિપાલનેફરિયાદ કરીહતી.ત્યારબાદ પ્રિન્સિપાલે વાલીઓને બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.એકતરફ વાલીઓએ.મસમોટી ફીભરીને વિદ્યાર્થીઓને ભણવા મોકલતા હોય છે ત્યારે બીજી બાજુ સ્કૂલ મેનેજમેન્ટનીગંભીર બેદરકારીનેકારણેવિદ્યાર્થીઓનીસલામતી સામેપ્રશ્ન ઉભોથયોહતો.વાલીઓએ ૨૮ બેઠકધરાવતીસ્કુલ બસમાં૪૫થીવધુવિદ્યાર્થીઓનેબેસાડીગંભીર બેદરકારી દાખવી હોવા છતાં પોલીસે બસને ડીટેઇન કરવાને બદલે જવા દેતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા હતા. બાઈટ: વિદ્યાર્થીઓના વાલી(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)