Uncategorized
નવયુગ વિદ્યાલય , જંબુસરમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ નવયુગ વિદ્યાલય જંબુસરમાં કલા ઉત્સવ અંતર્ગત ડિજિટલ ગુજરાત વિષય ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માધ્યમિક વિભાગ માંથી નિરાલી ચૌહાણ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વાવડ ઋત્વિક પ્રથમ નંબરે આવતા શાળાનું પ્રતિનિધિત્વ તાલુકા કક્ષાએ કરશે. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષકોએ કર્યું હતું. આ વિદ્યાર્થીઓને શાળા પરિવારે તથા શાળા મંડળે અભિનંદન પાઠવ્યા હતા તથા શાળાના માધ્યમિક વિભાગના શિક્ષિકા તસલીમા બેને વિશેષ માહિતી પૂરી પાડી હતી.


નવયુગ વિદ્યાલય , જંબુસરમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ
નવયુગ વિદ્યાલય જંબુસરમાં કલા ઉત્સવ અંતર્ગત ડિજિટલ ગુજરાત વિષય ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માધ્યમિક વિભાગ માંથી નિરાલી ચૌહાણ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વાવડ ઋત્વિક પ્રથમ નંબરે આવતા શાળાનું પ્રતિનિધિત્વ તાલુકા કક્ષાએ કરશે.
આ સમગ્ર સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષકોએ કર્યું હતું.
આ વિદ્યાર્થીઓને શાળા પરિવારે તથા શાળા મંડળે અભિનંદન પાઠવ્યા હતા તથા શાળાના માધ્યમિક વિભાગના શિક્ષિકા તસલીમા બેને વિશેષ માહિતી પૂરી પાડી હતી.