Uncategorized

પરીએજ સ્થિત હજરત બાવા રુસ્તમ શા સરકારના ૬૧૫ મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, હજારો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ…

 

પરીએજ સ્થિત હજરત બાવા રુસ્તમ શા સરકારના ૬૧૫ મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ, હજારો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ…

ભરૂચના પરીએજ સ્થિત સુપ્રસિધ્ધ હજરત બાવા રુસ્તમ શા સરકારના ૬૧૫ મા સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઇ હતી. સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફ પ્રસંગે દરગાહને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. દર વર્ષે મુસલમાની ચાંદ ૨૨ જમાદીઉલ અવ્વલ ના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે. હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું.

જ્યાં દરગાહ શરીફના આયોજકો, ખાદીમો તેમજ ઉલ્માએ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી. સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડયા હતા. હજરત બાવા રુસ્તમ શા સરકારના આસ્તાના પર હિંદુ – મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે. આવતીકાલે દરગાહ શરીફ પર ઉર્સ શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઇશાની નમાઝ બાદ શમા એ મેહફીલ નો કાર્યક્રમ પણ યોજાશે. ઉર્સ શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે…

:- ..ભરૂચ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર* *)

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button