ગુજરાત

આમોદમાં શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

 

આમોદમાં શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

ચામડિયા હાઈસ્કૂલના પટાંગણમાં ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય ઉદઘાટન કરાયું.

આમોદમાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને યુવા શક્તિને સકારાત્મક માર્ગે વાળવાના ઉદ્દેશ્યથી આમોદ શબનમ સ્પોર્ટ્સ ક્લબના આયોજક મહેબૂબ કાકુજી દ્વારા છેલ્લા ૪૦ વર્ષોથી ચામડિયા હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં વોલીબોલ ઇન્વિટેશન ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.ગત રોજ રાત્રીના સમયે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી.જેનાથી સમગ્ર મેદાનમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટના ગુજરાતની સર્વશ્રેષ્ઠ આઠ ટીમોએ ભાગ લીધો હતો.ઉદ્ઘાટન સમારોહમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.જેમાં ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનના પુત્ર સાગરભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી,આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી, સામાજીક અગ્રણી મહેશભાઈ ખુશભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેલપ્રેમી નાગરિકોની હાજરીએ આ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો.શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ માત્ર રમતગમત પૂરતો સીમિત નથી, પરંતુ યુવાનોમાં ખેલપ્રેમ, ટીમ સ્પિરિટ,શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે રમતવીરોમાં જાગૃતિ લાવવાનો છે.મહેબૂબ કાકુજીના સક્ષમ નેતૃત્વ હેઠળ રમત દ્વારા યુવાનોમાં એકતા અને સકારાત્મકતાનો મજબૂત સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો.રસપ્રદ બનેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં ડાંગ- આહવાની ટીમ વિજેતા બની હતી.જેને મહેબૂબ કાકુજીના હસ્તે ટ્રોફી તેમજ ૨૧૦૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેસ્ટ પ્લેયર તરીકે જાદવને ટ્રોફી તેમજ ૧૧૦૦ નું ઈનામ આપવામાં આવ્યું હતું.તેમજ રનર્સ અપ ટીમ સોનગઢ વ્યારાને ટ્રોફી તેમજ ૧૦૦૦૦ નું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
બાઈટ: સાગર પટેલ
અલમાંસ બાદશાહ. આમોદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button