Uncategorized

સારસા : ખંભોળજ રોડ પર ભયાનક અકસ્માત — યુવાનનું ઘટનાસ્થળે જ મોત

 

 

સારસા : ખંભોળજ રોડ પર ભયાનક અકસ્માત — યુવાનનું ઘટનાસ્થળે જ મોત

 

સારસા નજીકના ખંભોળજ રોડ પર ગઈ રાત્રે એક દુઃખદ અકસ્માત બન્યો હતો. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે પોતાની નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા એક યુવાનને તેજ ગતિએ આવતા ક્રુસર વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે યુવાને ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

 

હાલ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ક્રુસર ચાલક ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. મૃતક યુવાનનું શવ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે… રિપોર્ટર પ્રતીક પટેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button