Uncategorized
લાકોદરા નજીક ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમા લીધી હતી…

લાકોદરા નજીક ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમા લીધી હતી…
વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય નંબર 48 પર આવેલા લાકોદરા અને દેથાણ ની વચ્ચે એક ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર સતત પાણી નો મારો ચલાવી આગ કાબુ માં લીધી હતી. આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ લાગેલી આગમાં ટ્રકને મોટુ નુકસાન થવા પામ્યું હતું…
:- ..કરજણ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)