વલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઇ, આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો…
વલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઇ, આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો…
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે યુ કે સ્થિત એક સખીદાતા તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મોતિયા ઓપરેશનની શિબિર યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત મોતિયાના ઓપરેશન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉ. કૃણાલ ભટ્ટ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી. આયોજિત નિશુલ્ક મોતિયાની ઓપરેશન શિબિરમાં 300 દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતવાળા મોતિયાના 200 જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે…
:- .. કરજણ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)