Uncategorized
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’ અંતર્ગત ઉમરેઠ વિધાનસભા વિસ્તારના પૂજ્ય સંતો-તેમજ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

આણંદ જિલ્લા ઉમરેઠ ખાતે એકતાના પ્રણથી પ્રગતિના પથ સુધી,
વિકસિત ભારત માટે સતત પ્રયાણ!…….
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’ અંતર્ગત ઉમરેઠ વિધાનસભા વિસ્તારના પૂજ્ય સંતો-તેમજ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ યાદગાર પદયાત્રામાં બાળકો, યુવાનો, વડીલો તેમજ દરેક સમાજના નાગરિકો ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા. નગરજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર સાહેબને હાર્દિક ભાવાંજલિ અર્પણ કરી અને આાત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બન્યા. રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ