Uncategorized
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ‘સરદાર 150 – યુનિટી માર્ચ’ અંતર્ગત પદયાત્રાઓનું આયોજન થયું છે.

એક ભારત, આત્મનિર્ભર ભારત “પદયાત્રા- ઝારોલા થી રાસ ”
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ‘સરદાર 150 – યુનિટી માર્ચ’ અંતર્ગત પદયાત્રાઓનું આયોજન થયું છે.
બોરસદ વિધાનસભા ખાતે કેબિનેટ મંત્રીશ્રી ની ઉપસ્થિતિમાં યોજાયેલી ભવ્ય પદયાત્રામાં આણંદ જિલ્લાના સાંસદ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ,તાલુકા પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓ, બોરસદ તાલુકા વહીવટી તંત્રના અધિકારી તથા કર્મચારીઓ, બાળકો, યુવાનો અને વડીલો તથા દરેક સમાજના લોકો જોડાયા “ લોહપુરુષના અવિસ્મરણીય વિચારોને વંદન કરી રાષ્ટ્રીય એકતાના સંકલ્પ સાથે પદયાત્રામાં જોડાઈ અને ભારતને આત્મનિર્ભર બનાવવા સંકલ્પ લીધો.