આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અમુલ ડેરી રોડ ઉપર આવેલી હોટલ સહયોગ સીલ કરાઈ.
આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અમુલ ડેરી રોડ ઉપર આવેલી હોટલ સહયોગ સીલ કરાઈ.ગેલોપ્સ ખાતે આવેલી ૦૭ હોટલને સ્વચ્છતાના અભાવે કુલ રૂપિયા ૫૧ હજારનો કરાયો દંડ.ખાણીપીણીના એકમો/હોટેલ/ રેસ્ટોરન્ટ દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો મનપા દ્વારા સીલ કરવામાં આવશે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારાઆકસ્મિકમહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતાબાબતેતપાસ હાથધરવામાંઆવીહતીમહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદના અમુલ ડેરી રોડ ઉપર આવેલી હોટલ સહયોગ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો અભાવ જોવા મળ્યો છે ખાવાની વસ્તુઓ તૈયાર કરીને પ્લાસ્ટિકની ડોલમાં મૂકેલી હતી. આ ઉપરાંત ખાદ્ય પદાર્થ ફ્રીઝમાં ખુલ્લો જોવા મળ્યો હતો અને ગંદકી જોવા મળી હતી.મહાનગરપાલિકા ની ટીમ દ્વારા હોટલ સહયોગ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલકાયદાનીજોગવાઈનેઆધીન જીપીએમસીની કલમ ૩૭૬એ અંતર્ગત સીલકરવામાંઆવીછેઆઉપરાંતમહાનગરપાલિકાનીટીમ દ્વારા ચિખોદરા ચોકડી પાસે આવેલા ગેલોપ્સ ફૂડ પ્લાઝાખાતે પણસ્વચ્છતા બાબતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગંદકી જોવા મળતા અને સ્વચ્છતા બિલકુલ ન હોય વેલકમ ને રૂપિયા 12000 હોકોને ₹3,000, પોપટોશ ને ₹1,000, ખીચડી ને રૂપિયા 15000, પરાઠાને રૂપિયા 5000, ગેલોપ્સ રેસ્ટોરન્ટને રૂપિયા 5000 અને જગદીશ ફરસાણને ત્યાંથી એક્સપાયર તારીખ નું ખાદ્ય પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું તેથી ₹10,000 મળીને મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કુલ ₹16,000, આરોગ્ય વિભાગ દ્વારા કુલ રૂપિયા 30,000 અને મેલેરિયા વિભાગ દ્વારા કુલ રૂપિયા 5000 મળીને કુલ ₹51,000 નો દંડ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યોછે.કરમસદઆણંદ મહાનગરપાલિકાવિસ્તારનીહોટલ,રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજિન અને સ્વચ્છતા રાખે તે ખૂબ જ જરૂરી હોય મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત દિવાળીના તહેવારોદરમિયાનમહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીનેનાએકમોખાતેસ્વચ્છતાનીચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જણાવાયું છે. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ યુસુફભાઈ