આણંદ શહેરનો ખેતીવાડી ગેટ સામે છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓના ગાળા વેઠી રહ્યો છે. અહીં દીવાતડામાં અંધકાર, દુર્ગંધયુક્ત પાણી, રસ્તા પર ખાડા અને વરસાદી પાણીના નિકાલનો અભાવ જેવી સમસ્યાઓ એકસાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
આણંદ શહેરનો ખેતીવાડી ગેટ સામે છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓના ગાળા વેઠી રહ્યો છે. અહીં દીવાતડામાં અંધકાર, દુર્ગંધયુક્ત પાણી, રસ્તા પર ખાડા અને વરસાદી પાણીના નિકાલનો અભાવ જેવી સમસ્યાઓ એકસાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
*વાહનચાલકો માટે રોજિંદી મુશ્કેલી*
આસપાસના ગામોના નાગરિકો રોજિંદા કામકાજ માટે આ માર્ગ પરથી પસાર થાય છે. પરંતુ રસ્તા પર ખાડા અને તેમાં ભરાતા પાણીના કારણે વાહનચાલકોને ભારે તકલીફ પડે છે. નાના વાહનો તો વારંવાર બગડે છે, જ્યારે બે-વ્હીલર ચાલકોને અકસ્માત થવાની ભીતિ સતત સતાવે છે. રાત્રિના સમયે અંધકાર કારણે ખાડાઓમાં પાણી જોઈ શકાતું નથી, જેના કારણે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે.
*યુનિવર્સિટી અને સ્કૂલના વિદ્યાર્થીઓ સૌથી વધુ અસરગ્રસ્ત*
યુનિવર્સલ યુનિવર્સિટીના સેકડો વિદ્યાર્થીઓ દરરોજ આ માર્ગ પરથી જ અવરજવર કરે છે. અભ્યાસ માટે આવન-જાવન કરવું તેઓ માટે મુશ્કેલ બની ગયું છે. વરસાદી મોસમમાં તો પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે, કારણ કે પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે.
તે જ રીતે, સ્કૂલ જતા નાના વિદ્યાર્થીઓને પણ ભારે તકલીફ પડે છે. ઘણી વાર માતા-પિતા પોતાના બાળકોને સલામત રીતે સ્કૂલ પહોંચાડવા માટે વધારાના પ્રયત્નો કરે છે.
*દુર્ગંધયુક્ત પાણી – આરોગ્ય માટે ખતરો*
રસ્તા પર ભરાતા પાણીમાંથી દુર્ગંધ ફેલાય છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને દુકાનદારો આરોગ્યની ચિંતામાં મુકાય છે. મચ્છર અને અન્ય જીવાતોનો પ્રકોપ પણ વધી જાય છે, જે ડેન્ગી-મલેરિયા જેવી બીમારીઓને આમંત્રિત કરે છે.
*યુનિવર્સિટી દ્વારા પગલાં કેમ નથી?*
સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે યુનિવર્સિટી તરફથી કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે, દર વર્ષે એક જ સમસ્યા યથાવત રહે છે. નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે અને આખો વિસ્તાર કચરાપેટી જેવો દેખાય છે.
*સ્થાનિકોની માગ – તાત્કાલિક કાર્યવાહી જરૂરી*
નાગરિકો, વાહનચાલકો અને વિદ્યાર્થીઓ સૌની એકજ માગ છે કે તાત્કાલિક પાણીના નિકાલ અને માર્ગ મરામત માટે યોગ્ય પગલાં લેવામાં આવે. દીવાતડાની વ્યવસ્થા સુધારીને અંધકાર દૂર કરવામાં આવે.
*હવે નજર અધિકારીઓ પર*
હવે જોવાનું એ છે કે આણંદ મહાનગરપાલિકા તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે વાસ્તવિક કામગીરી શરૂ કરે છે. લોકો આશા રાખે છે કે આ વખતે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે, જેથી આવનારા વરસાદી મોસમમાં નાગરિકો ફરીથી એ જ મુશ્કેલીઓનો સામનો ન કરે.