સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં થયેલ રાત્રી ઘરફોડના અનડીટેકટ ગુનામાં આરોપીને કાવિઠા ગામેથી શોધી પકડી પાંડેસરા પોલીસને મદદ કરતી બોરસદ રૂરલ પોલીસ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં થયેલ રાત્રી ઘરફોડના અનડીટેકટ ગુનામાં આરોપીને કાવિઠા ગામેથી શોધી પકડી પાંડેસરા પોલીસને મદદ કરતી બોરસદ રૂરલ પોલીસ
શ્રી જી.જી.જસાણી પોલીસ અધિક્ષક આણંદ નાઓએ જીલ્લા બહારથી તપાસ અર્થે આવતી પોલીસને મદદરૂપ થવા સારૂ સુચના જે અન્વયે સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૧૧૨૧૦૦૪૫૨૫૩૯૬૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોબાઇલ નંગ-૪ તથા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ્લે રૂ.૩,૯૬,૦૦૦/- ની ઘરફોડ ચોરી થયેલ જેમાં ચોરીમાં ગયેલ મોબાઇલ લોકેશન આધારે તપાસ કરતા સદર ગુનાના કામના આરોપીનુ લોકેશન બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કાવિઠા ગામે આવતુ હોય જે મોબાઇલ લોકેશન આધારે સુરત શહેર પાંડેસરા પોલીસ અત્રે તપાસ અર્થે આવેલ. જે અન્વયે પાર્થ ચોવટીયા ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી પેટલાદ નાઓએ માર્ગદર્શન આપેલ જે મુજબ ડી.આર.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન તથા એ.એસ.આઇ. હેમંતકુમાર પવનસિહ તથા સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો. ભરતભાઇ ભગાભાઇ તથા અ.પો.કો. અજયકુમાર વાલજીભાઇ કાવિઠા બીટના અ.પો.કો. રાજુભાઇ ગગાભાઇ નાઓએ પાંડેસરા પોલીસને સાથે રાખી તપાસ કરતા મોબાઇલ લોકેશન આધારે એક ઇસમ મળી આવતા સદર ઇસમનો મોબાઇલ ચેક કરતા ગુનાના કામનો ચોરીમાં ગયેલ મોબાઇલ હોવાનુ જણાઇ આવેલ અને સદર ઇસમનુ નામ પુછતા કૃણાલ વિનોદભાઇ મકવાણા ઉ.વ.૧૯ રહે.કાવિઠા કોલોની વિસ્તાર તા.બોરસદ જી.આણંદ નો હોવાનુ જણાવેલ અને સદર ઇસમની પુછપરછ કરતા સદર મોબાઇલ તેના પિતા વિનોદભાઇ નારણભાઇ મકવાણા નાઓએ આપેલાની હકીકત જણાવતા સદર ઇસમને બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન લાવી ઉપરોક્ત ગુનાના કામે સુરત શહેર પાંડેસરા પોલીસને સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ-
(૧) કૃણાલ વિનોદભાઇ નારણભાઇ મકવાણા ઉ.વ.૧૯ રહે.કાવિઠા કોલોની વિસ્તાર તા.બોરસદ જી.આણંદ
કામગીરી કરનાર ટીમ-
(૧) ડી.આર.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન
(૨) હેમંતકુમાર પવનસિહ એ.એસ.આઇ.
(૩) ભરતભાઇ ભગાભાઇ અ.હે.કો.
(૪) અજયભાઇ વાલજીભાઇ અ.પો.કો.
(૫) રાજુભાઇ ગગાભાઇ અ.પો.કો.