Uncategorized
વાસદ બસસ્ટેન્ડમાં મોટાં મોટાં ખાડાઓ પડી ગયાં હોવાથી વાહનચાલકો તેમજ બસસ્ટેન્ડમાં મુસાફરોને પરિવહન અર્થે આવતી બસો નાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે
આણંદ જિલ્લાનાં સાંસદ મિતેષ પટેલનાં ગામ વાસદ બસસ્ટેન્ડ થી લઈ ટોલનાકા સુધીનાં માર્ગ પર ભ્રષ્ટાચારનાં ખાડાઓ જ ખાડાઓ …!!
વાસદ બસસ્ટેન્ડમાં મોટાં મોટાં ખાડાઓ પડી ગયાં હોવાથી વાહનચાલકો તેમજ બસસ્ટેન્ડમાં મુસાફરોને પરિવહન અર્થે આવતી બસો નાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે ઘણા સમયથી મોટાં મોટાં ખાડાઓ છે તેમજ બસસ્ટેન્ડ થી લઈ ટોલ પ્લાઝા સુધીનો માર્ગ ખુબજ બિસ્માર હાલતમાં છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ મરામત કામગીરી કરવામાં આવતી નથી જેથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને આ તો પાછા આપણા આણંદ જિલ્લાનાં સાંસદનું જ ગામ જો પોતાનાં જ ગામમાં રસ્તાઓ આવાં હોય તો બીજા માર્ગોની વાતજ શું કરવી પડે