પાલેજ નજીક અંબાજી જતા પદયાત્રીને ચક્કર આવતા ઇજા થતા ઇસ્માઇલભાઇ માતરવાળા મદદરૂપ બન્યા…
પાલેજ નજીક અંબાજી જતા પદયાત્રીને ચક્કર આવતા ઇજા થતા ઇસ્માઇલભાઇ માતરવાળા મદદરૂપ બન્યા…
ભરૂચના અંકલેશ્વર તાલુકાના અડોલ થી અંબાજી પગપાળા સંઘ જઇ રહ્યો હતો ત્યારે સંઘ પાલેજ નજીક પહોંચતા સંઘ સાથેના એક પદયાત્રી હિતેશ પટેલને ચક્કર આવતા પડી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેની જાણ થતા ઇખર ગામના ઇસ્માઇલ માતરવાળાએ ઇજાગ્રસ્ત ને પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ ખાતે સારવાર અર્થે ખસેડી મદદ કરી માનવતા મહેકાવી હતી.
ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સી એલ હોસ્પિટલ ખાતે ૧૦૮ સેવા દ્વારા ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તને મદદ કરનાર ઇસ્માઇલભાઇનો પદયાત્રી રાજેશ ભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્માઇલભાઈ માતરવાળા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ઘણા વર્ષોથી મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે…
:- ..ભરૂચ…******(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)