આંકલાવ મામલતદાર શ્રીને નવાખલ ઘટના બનેલ બાળકીને ન્યાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું મામલતદાર સાહેબશ્રી,
આંકલાવ મામલતદાર શ્રીને નવાખલ ઘટના બનેલ બાળકીને ન્યાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું મામલતદાર સાહેબશ્રી,
મુ.આંકલાવ, તા.આંકલાવ, જી.આણંદ
વિષય : નવાખલ ગામની છ વર્ષિની ભોગબનનાર દિકરીના ન્યાય બાબત.
જય ભારત સહ લખી જણાવવાનું કે, આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામની છ વર્ષની ભોગબનનાર દિકરીની તા.૩૦-૮-૨૦૨૫ ના રોજ સાંજના ૪-૦૦ કલાકે અપહરણની ઘટના બની સમગ્ર ચરોતર પંથકમાં આ ઘટનાથી ચકચાર મચી ગયો હતો. ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ભોગબનનાર દિકરીની તાંત્રિક વિધી કરી બલી ચઢાવી દેવામાં આવી છે.
ખરેખર આધુનિક અને ટેકનોલોજીના આ ભારત દેશમાં આ ઘટના ખૂબ જ ભયંકર નિર્દેનીય છે. ૪ દિવસ પછી ભોગબનનાર દિકરીનો મૃતદેહ મળ્યો અને સમગ્ર ગુજરાત અને દેશભરમાં આ ઘટનાથી વ્યથીત છે અને ગુજરાત રાજય આ ઘટનાથી હચમચી ગયેલ છે. ત્યારે દિકરીના હત્યારાઓને કડકમાં કડક સજા અથવા મૃત્યુદંડ થાય અને આ ઘટનામાં જોડાયેલ અન્ય આરોપીને પકડી એમને પણ આ મુજબ ફાંસીની સજા થાય એવી આપશ્રી દ્વારા ગુજરાત સરકારને અરજ અને વિનંતી સાથે સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે એવી વિનંતી કરીએ છીએ અને સદર કેસની તપાસ ઝડપથી પુરી થઈ સદર કેસ લડવા માટે સ્પેશિયલ સરકારી વકીલશ્રીની નિમણૂક કરવા વિનંતી છે.