આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં 6 વર્ષીય બાળકી સાથે થયેલી ક્રૂર ઘટના એ સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં કંપારી ફેલાવી છે. ગામના જ એક નરાધમ શખ્સ દ્વારા નિર્દોષ બાળકી સાથે દૂષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં 6 વર્ષીય બાળકી સાથે થયેલી ક્રૂર ઘટના એ સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં કંપારી ફેલાવી છે. ગામના જ એક નરાધમ શખ્સ દ્વારા નિર્દોષ બાળકી સાથે દૂષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે.”
વીઓ 1/ નવાખલ ગામની 6 વર્ષીય બાળકી શનિવારે બપોરથી ગુમ થઈ હતી. દીકરી ની માતા ગામ નાજ એક ઘરે ઘરકામ કરતા હતા અને આ દિવસે તે વાસણ ધોતા હતા, દરમિયાન દાદર પાસે રમતી બાળકી અચાનક ગાયબ થઈ ગઈ.
સાંજ સુધી પરિવાર અને ગ્રામજનો શોધખોળ કરતા રહ્યા, પરંતુ બાળકીનો કોઈ પતો ન મળ્યો નહોતો ,જેને પગલે આંકલાવ પોલીસ ને બાળકી ગુમ અંગે જાણ કરાઈ હતી વીઓ / 2 બાળકી ગુમ થતા પોલીસ હરકત માં આવી હતી અને પોલીસ અને ગ્રામજનોએ ગામની બેંક પાસેના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી બપોરે 4 વાગ્યાની આસપાસ ગામનો જ અજય પઢીયાર, બાળકી ને પોતાની બાઈક પર બેસાડી લઈ જતા જોવા મળ્યો હતો વીઓ / 3 ગામ ના સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગામલોકો સાથે મળીને અજયને તેના ઘરે થી પકડી પાડ્યો હતો શરૂઆતમાં તેણે ગલ્લાંતલ્લા જવાબ આપ્યા, પરંતુ બાદમાં કબૂલાત કરી કે બાળકી ને મકાઈ ખવડાવવાના બહાને નદીકિનારે લઈ ગયો હતો. જ્યાં દારૂના નશામાં દુષ્કર્મ આચરી, બાદમાં તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યું અને મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો વીઓ / 4 ઘટના બાદ નરાધમ અજય પઢીયાર ના નિવેદન ને લઈ 4 ત્રણ દિવસ સુધી SDRF ટીમ, ડ્રોન સહિતની મદદથી નદીમાં તપાસ ચાલી. અને આખરે મંગળવારે સવારે નિઝામપુરા પાસે મીની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ ડિકમ્પોઝ્ડ હાલતમાં હતો, પરંતુ ફોરેન્સિક પીએમમાં દુષ્કર્મ અને ગળા દબાવી હત્યા થયાની પુષ્ટિ થઈ છે.”વીઓ / 5 પોલીસે આ સમગ્ર કાંડમાં હવે અપહરણ, પોક્સો એક્ટ અને હત્યાની ગંભીર કલમો ઉમેરી આરોપી અજય પઢીયાર સામે ગુનો દાખલ કર્યો છે.
ચોંકાવનારી વાત એ છે કે આરોપીનો પીડિત પરિવાર સાથે ઘર જેવો સંબંધ હતો. રોજિંદા કામમાં મદદ કરતો હોવાથી કોઈને શંકા પણ ના હોય તેવી પરિસ્થિતિ હતી સમગ્ર ઘટના માં નજરે પડી હતી અને બાળકી ગુમ થયા અંગે પણ આરોપી બાળકી ના પરિવાર સાથે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યો હતો
વીઓ / 6 સમગ્ર કાંડ માં ગામ ના જ અજય પઢીયારે અંજામ આપ્યો હોય નવાખલ ગામની આ હૃદયદ્રાવક ઘટના એ સાબિત કરે છે કે ઓળખીતાઓ પર પણ અંધ વિશ્વાસ ઘાતક સાબિત થઈ શકે છે. હાલ આખું ગામ શોકમાં છે અને લોકો આરોપીને કડક સજા મળવી જોઈએ તેવી માંગ ઉઠાવી રહ્યા છે.”
વીઓ / 7 હાલ તો આરોપી અજય પઢીયાર ને સાથે રાખી સમગ્ર ઘટના નું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે ,હાલ આરોપી 4 દિવસ ના રિમાન્ડ ઉપર છે અને પોલીસ ને આ ગુનાનો ભેદ ઉકેલવામાં વરસાદી માહોલ અને આરોપી અજય પઢીયાર ના વારે વારે નિવેદન બદલવાની માનસિકતા એ પડકાર ફેંક્યો હતો પરંતુ આખરે આંકલાવ પોલીસે અન્ય પોલીસ અધિકારીઓ ની ટિમ ની મદદ થી આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી અજય ને કડક સજા થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે
બાઈટ / 1 to 3 પાર્થ ચોવટીયા dysp પેટલાદ