દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી સીંગવડ ખાતે આજ રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ સીંગવડ તાલુકાના સીંગવડ ઘટક એક અને સીંગવડ ઘટક બે માં પોષણ ઉત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી*

*દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી સીંગવડ ખાતે આજ રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ સીંગવડ તાલુકાના સીંગવડ ઘટક એક અને સીંગવડ ઘટક બે માં પોષણ ઉત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી*
માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સીંગવડ ઘટક એક અને બે ના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં મુખ્ય મુખ્ય મહેમાન તરીકે સીંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ ભાઈ વહોનિયા તાલુકા વિકાસ અધિકારી એમ.કે.ભગોરા આસિસ્ટન્ટ ટી ડી ઓ બામણીયા અને આરોગ્ય સ્ટાફ આઈ.સી.ડી.એસ. સ્ટાફ તથા મુખ્ય સેવિકા બહેનો ખેતીવાડી અને અન્ય શાખા ના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવતા ટી.એચ.આર. માંથી તેમજ મિલેટ માંથી વિવિધ વાનગી બનાવવામાં આવી અને નિદર્શન કરી ને ટી.એચ.આર. અને મિલેટ થી થતા ફાયદા અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા કાર્યકર અને તેડાગર ના ઉત્સાહ ને બિરદાવા માટે ટી.એચ.આર. વાનગીમાંથી 1 થી 3 નંબર અને મિલેટસ વાનગીમાંથી 1 થી 3 નંબર વાળા કાર્યકર બેનો ને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાનો દ્રારા વાનગીઓનો સ્વાદ માણીઓ હતો અને તાલુકા વિકાસ અધિકારી એમ કે ભગોરા દ્રારા વિવિધ વાનગીઓ વિશે માહિતી આપી હતી
અહેવાલ દીપક પરમાર સિંગવડ દાહોદ