રાજ્ય સરકાર દ્વારા *સ્વચ્છતા હિ સેવા- 2025″ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા *સ્વચ્છતા હિ સેવા- 2025″ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ અંતર્ગત કર્મસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાઉનહોલ આણંદ ખાતે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક ઉત્સવ, કલચરલ ફેસ્ટ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે આ કાર્યક્રમના મધ્યમથી મહાનગરપાલિકા વિસ્તારના નગરજનોને સ્વચ્છતા અંગેના જન આંદોલન ના શુભારંભ કાર્યક્રમમાં સહભાગી બની મહાનગરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે નગરને સ્વચ્છ રાખવા માટે કચરો ડોર ટુ ડોર વાહનમાં જ નાખવા તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવા અને મહાનગરપાલિકા વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે તે માટે તમામ નગરજનોએ સાથે મળીને પ્રયત્ન કરવા અપીલ કરી હતી.
આ સમયે હું સ્વચ્છાગ્રહી ના સેલ્ફી પોઇન્ટ ઉપર ધારાસભ્ય શ્રી સહિત અધિકારી, પદાધિકારીઓએ સેલ્ફી લીધી હતી અને ઉપસ્થિત સૌએ મહાનગરપાલિકા વિસ્તારને “સ્વચ્છ અને સ્વસ્થ” રાખવા માટેના શપથ લીધા હતા.
આ સમયે ચારૂતર વિદ્યામંડળની વિવિધ કોલેજો, માધ્યમિક સ્કૂલો અન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક ગીતો, નાટકો અને કલ્ચરલ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો.
પ્રારંભમાં મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલે સૌનો આવકાર કર્યો હતો.
આ સમયે મનપાના શ્રી વિભાકર રાવ સહિત અધિકારી, કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો, અગ્રણી શ્રી સુનિલભાઈ શાહ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.