ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેટરર્સનો વ્યવસાય કરતા મૂળ રાજસ્થાનના પ્રકાશ માલીની તેમના જ ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ ઘટનાથી આશીર્વાદ સોસાયટી અને સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, પ્રકાશ માલીની તેમના ઘરે હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. આ ઈસમોએ તેમની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ હત્યારાઓ તેમના CCTV કેમેરાના DVR પણ ઉઠાવી ગયા છે.

ભરૂચના નંદેલાવમાં કેટરર્સ પ્રકાશ માલીની ઘરમાં ઘુસી કરાઈ કરપીણ હત્યા, પોલીસે તપાસ હાથ ધરી…
ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેટરર્સનો વ્યવસાય કરતા મૂળ રાજસ્થાનના પ્રકાશ માલીની તેમના જ ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ ઘટનાથી આશીર્વાદ સોસાયટી અને સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, પ્રકાશ માલીની તેમના ઘરે હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. આ ઈસમોએ તેમની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ હત્યારાઓ તેમના CCTV કેમેરાના DVR પણ ઉઠાવી ગયા છે.
ઘટનાની જાણ થતાં જ ભરૂચ એ-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક પ્રકાશ માલીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય CCTV ફૂટેજ મેળવીને હત્યારાઓનો પત્તો લગાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
:- ..ભરૂચ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર**)