Uncategorized

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM એ હઝરત મુહમ્મદ (SAW) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પર વડોદરા પોલીસ કમિશનરને કરી ફરિયાદ

 

મીડિયા રિપોર્ટ

 

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM એ હઝરત મુહમ્મદ (SAW) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પર વડોદરા પોલીસ કમિશનરને કરી ફરિયાદ

 

વડોદરા, 29 ઓગસ્ટ:

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર ને લિખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેતા ધર્મેન્દ્ર ભાયાણી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓએ પયગંબર હઝરત મુહમ્મદ (SAW) વિરુદ્ધ અપમાનજનક અને વાંધાજનક ટિપ્પણીઓ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આવા ભડકાઉ નિવેદનો માત્ર મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડતા નથી, પરંતુ શહેરની શાંતિ અને સુલેહને પણ જોખમમાં મૂકી દે છે.

 

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ વિશ્વ હિંદુ પરિષદના નેતા ધર્મેન્દ્ર ભાયાણી ની ટિપ્પણીઓની તીવ્ર નિંદા કરી છે અને જાહેરમાં તલવાર જેવા મારક હથિયાર નુ પ્રદર્શન કરનાર મહા મંડલેશ્વર ઈશ્વર નંદગીરી ની હરકત ને સામાજીક સૌહાર્દ માટે ખતરારૂપ કહ્યું છે.વડોદરા શહેર ની તાજેતરની ઘટનામાં કે જેમાં ગણેશ ચતુર્થી ની શોભાયાત્રા પર ઈંડા ફેંકીને વડોદરા શહેર ની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમાં વડોદરા શહેર પોલીસ ની તુરંત કાર્યવાહીની પ્રશંસા પણ કરી છે. AIMIM શહેર પ્રમુખ શેખ ઇમરાન એ કહ્યું કે હેટ સ્પીચ પર કોઈપણ ભેદભાવ વિના કડક કાર્યવાહી કરવી જરૂરી છે, ભલે તે કોઈપણ રાજકીય અથવા સંગઠનના હોય, જેથી શહેરની શાંતિ સુરક્ષા અને સામાજિક સમરસતા જળવાઈ રહે.

 

AIMIM શહેર પ્રમુખ ઇમરાન શેખ એ સુપ્રીમ કોર્ટના તે માર્ગદર્શિકાઓની પણ યાદ અપાવી જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે હેટ સ્પીચના કેસમાં પોલીસને FIR તુરંત નોંધવી જોઈએ, અને ફરિયાદની રાહ જોયા વિના સૂઓ મોટો આધારે પોતે ફરિયાદી બનીને એફ. આઈ .આર દાખલ કરવી જોઈએ.

 

AIMIMએ તેના નિવેદનમાં કર્યું કે મુસ્લિમ સમાજ સહિયારા સામાજિક અને બંધારણીય મૂલ્યો, સર્વ ધર્મનો આદર અને શાંતિ-સુલેહ માટે હંમેશા પ્રતિબદ્ધ છે. રિપોર્ટર મહંમદ રસીદ ઢેરીવાલા સાથે તંત્રી યુસુફ ભાઈ રાજ પાટવી ગુજરાતી ન્યુઝ વડોદરા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button