એકતા સદભાવના ફાઉન્ડેશન ખંભાત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

તારીખ-૨૯-૦૮-૨૦૨૫
*એકતા સદભાવના ફાઉન્ડેશન ખંભાત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું*
આણંદ તારીખ-૨૯/૦૮/૨૦૨૫ શુક્રવારના રોજ એક્તા સદભાવના ફાઉન્ડેશન ખંભાત દ્વારા ખંભાત ના મોટા કબ્રસ્તાન,ગંજ શહિદ કબ્રસ્તાન અને બાવાજી શાહ કબ્રસ્તાન ખંભાત ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.વૃક્ષારોપણ કરી વૃક્ષ વાવો પર્યાવરણ,પ્રકૃતિ બચાવો અને છોડ વાવી વૃક્ષ બનાવો સૂત્ર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.જીવનમા ફૂલછોડ અને વૃક્ષો વાવી કુદરતી સૌંદર્યમાં વધારો થાય છે.વૃક્ષો છાયો આપે છે.ફળ આપે છે.છોડ ફુલ ખુશ્બુ આપે છે.વૃક્ષારોપણ કરવુ ખુબ જરૂરી છે તેવુ આહવાન એકતા સદભાવના ફાઉન્ડેશન ખંભાત ના પ્રમુખ મુલતાન શાહ બાપુ એ કર્યું હતુ.આ કાર્યક્રમ મા અબ્દુલ કૈયુમ શેખ,અબ્દુલ સત્તારભાઈ, સોહેલભાઈ,અઝીમભાઈ શેખ,જુનેદભાઈ શેખ,રજીબ મલેક,સૈયદ ઝુબેર અલી, મલેક શાહબુદ્દીન,મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત સામાજિક કાર્યકર તારાપુર અને એકતા સદભાવના ફાઉન્ડેશન ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
*રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર