સ્કુલ બસના પાછળના વીલમાં માસુમવિદ્યાર્થીની આવી જતા કમકમાટી ભર્યું મોત લીમખેડાના મોટા હાથીયરા ગામે આવેલ શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં અભ્યાસ કરતી
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.

સ્કુલ બસના પાછળના વીલમાં માસુમવિદ્યાર્થીની આવી જતા કમકમાટી ભર્યું મોત લીમખેડાના મોટા હાથીયરા ગામે આવેલ શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં અભ્યાસ કરતી દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામે ચલોડા ફળિયામાં રહેતી ૪ વર્ષ-૯ માસ ની ઉપરની ધ્રુવીકાબેન પ્રકાશકુમાર નારણભાઈ
પટેલ નામની વિદ્યાર્થીની ગઈકાલે સાંજે શાળા છૂટયા બાદ રોજની જેમશાળા તરફ થી લઈ જવા અને લાવવા માટે કાર્યરત શાળાએથી બસમાં બેઠી હતી. અને સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે પોતાના ગામે બસ પહોંચતા તે સ્કૂલ બસમાંથી નીચે ઉતરી પોતાના ઘર તરફ પ્રયાણ કરે તે પહેલા જ ને સ્કૂલ બસના ચાલકે બેદરકારી અને કે બેડરકારી અને ગફલત ભરી રીતે બસ ચલાવતા ધ્રુવીકાબેન પટેલ નામની વિદ્યાર્થીની ખસના પાછળના વીલમાં આવી જતાં તેના માથા ઉપર વીલ કરી વળતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા જ પીપલોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણજનાર ધ્રુવીકાબેન પટેલની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશ નું પંચનામું કર્યું લાશને પોસ્ટમોર્ટમમાટે પીપલોદ સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે મરણ જનાર ધ્રુવીકાબેનના પિતા પ્રાશકુમાર નારણભાઈ પટેલે પીપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સ્કૂલ બસના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી સ્કૂલ બસના ડ્રાઈવરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.