Uncategorized

બોરસદ તાલુકાના દાવોલ ગામમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે જ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે.

 

બોરસદ તાલુકાના દાવોલ ગામમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે જ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે.

 

જન જાગૃતિ ફાઉન્ડેશનના સ્થાપક રોનકસિંહ ગોહેલ દ્વારા સૌ પ્રથમ વખત ગામના તમામ 22 મંડળોને ઇકો-ફ્રેન્ડલી અને આકર્ષક ગણેશ પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું.

 

આ વિતરણ કાર્યક્રમમાં નાયબ દંડક રમણભાઈ સોલંકી અને બોરસદ શહેર P.I. પી.બી. જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ પ્રતિમાઓ મંડળોને અર્પણ કરવામાં આવી.

 

સાથે જ તમામ મંડળોને પર્યાવરણનું જતન અને સ્વચ્છતા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો.

 

દાવોલ ગામમાંથી શરૂ થયેલી આ પહેલ વિસ્તારના અન્ય મંડળો અને ભક્તોમાં પણ પર્યાવરણપ્રેમી ગણેશ મહોત્સવ ઉજવવાની પ્રેરણા પૂરું પાડે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે… પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button