Uncategorized
આજરોજ અતિ ભારે વરસાદના કારણે પેટલાદ વિધાનસભા ના મહેળાવ ગામે શંભુદાસની ખડકીમાં ઈંટો માટી નું કાચુ મકાન ધરાશયી થયેલ.

તા. 22.08.2025 શુક્રવાર
આજરોજ અતિ ભારે વરસાદના કારણે પેટલાદ વિધાનસભા ના મહેળાવ ગામે શંભુદાસની ખડકીમાં ઈંટો માટી નું કાચુ મકાન ધરાશયી થયેલ.. જેમાં વયો વૃદ્ધ કૈલાશબેન પટેલ સહિત ઘરના સદસ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ જેમને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં વયવૃદ્ધ કૈલાશબેનને હાથ અને પગે ગંભીર ઈજા થવાથી ઓપરેશન કરાવવું જરૂરી હોવાથી તેની જાણ પેટલાદ વિધાનસભાના લોકજનસેવક ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ ને જાણ થતા તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ જઈને ખબર અંતર પૂછી આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવી આપી વિના મૂલ્યે ઓપરેશનન તથા સરકાર શ્રી તરફથી જે કંઈપણ સહાય મળવાપાત્ર હશે તે અપાવવા બાહેધરી આપી.