પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણા તથા એ.એસ.પી. સુબોધ માનકરનો પાલનપુર ખાતે વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો



પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે
બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણા તથા એ.એસ.પી. સુબોધ માનકરનો પાલનપુર ખાતે વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ 4 મહિના સુધી પોતાની સેવા આપનાર જિલ્લાના પોલીસ વડા એસ.પી. અક્ષયરાજ મકવાણા તથા એસપી સુબોધ માનકરનો આજે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો.અક્ષયરાજ મકવાણાએ પોતાની ફરજ બજાવતા અનેક અનડિટેક્ટ ગુનાઓનો પર્દાફાશ કરીને પોલીસ વિભાગની કાર્યક્ષમતા સાબિત કરી હતી. સમગ્ર કાર્યકાળ દરમિયાન બનાસકાંઠામાં કાયદો-વ્યવસ્થા મજબૂત અને શાંતિપૂર્ણ રહી, જેનો શ્રેય તેમની દૃઢતા, નિર્ભયતા તથા જનસંપર્કની અનોખી પદ્ધતિને અપાયો છે.તેમના કાર્યકાળ દરમિયાન દર વર્ષે વિશ્વપ્રખ્યાત અંબાજી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હતા. આ વિશાળ મેળામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવી એ સૌથી મોટો પડકાર હતો. પરંતુ તેમની આગેવાની હેઠળ પોલીસે સુંદર આયોજન સાથે ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું. જેના કારણે ભક્તોને સરળતા અનુભવાઈ હતી અને કોઈ મોટી અડચણ વિના ભવ્ય મેળાનો સફળ સંચાલન શક્ય બન્યો હતો.એસ.પી. સાહેબ બનાસકાંઠાની જનતા સાથે એક અલગ જ લાગણીસભર જોડાણ ધરાવતા હતા. તેઓ માત્ર અધિકારી તરીકે નહીં, પરંતુ સામાન્ય માણસની જેમ લોકજીવનમાં ભળી જતા હોવાથી ગામડાથી લઈ શહેર સુધી લોકોમાં તેમની ખાસ ઓળખ બની હતી. ફરિયાદીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક સાંભળવાની તેમની કાર્યપદ્ધતિને કારણે અનેક લોકો આજે પણ તેમને યાદગાર અધિકારી ગણાવે છે.
વિદાય સમારંભમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વેપારી વર્ગ તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી. સૌએ અધિકારીઓને ફૂલમાલા પહેરાવી સન્માનિત કર્યા અને તેમના ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવી.આ પ્રસંગે એસ પી અક્ષય રાજ મકવાણાએ બનાસકાંઠાના લોકો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. હતો તેમણે જણાવ્યું કે – “બનાસકાંઠાની સેવા કરવાનો અવસર જીવનના સૌથી યાદગાર પળો પૈકીનો છે. અહીંના લોકોનો પ્રેમ, સહકાર અને વિશ્વાસ જીવનભર યાદ રહેશે.”
બ્યુરો ચીફ વિરમાભાઈ સુથાર પાડણ બનાસકાંઠા…